DSC_0703

ગામમાંથી જાગૃત નાગરિકે અંધશ્રદ્ધા દુર કરી…..

DSC_0718આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ ભૂત, પ્રેત, ચમત્કાર વગેરે અંધશ્રદ્ધામાં માનતા હોય છે અને પરિણામે ડરના કારણે નાણા, શારીરિક શક્તિ, માનશીક શક્તિનો વ્યય કરતા હોય છે. ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં રહેતા વિક્રમસિહ પરમાર અને અરવિંદસિહ પરમારે પોતાના ઘરમાં સામાજિક પ્રશંગે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા એક નવતર પ્રયાસ કર્યો હતો. તેઓના ઘરમાં તારીખ ૨૨-૫-૧૮ના રોજ સગા, સંબંધી, ગ્રામજનો આવવાના હતા. આ દરમ્યાન તેઓએ ગોધરાની હ્યુંમેનીસ્ટ રેશનાલીસટ સોસાયટીના સહયોગથી અંધશ્રદ્ધા નિર્મુલન કાર્યક્રમ અને લોક જાગૃતિ અંગે ફિલ્મ શો ગોઠવી કાઢ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે મારા સગા સંબંધી ગ્રામજનો અંધશ્રદ્ધાના ડરથી દુર રહે અને લોકને દુર રાખે તેવો મારો પ્રયાસ છે.
ગોધરાની હ્યુંમેનીસ્ટ રેશનાલીસટ સોસાયટી દ્વારા અંધશ્રદ્ધા નિર્મુલન અંગેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આજરોજ આ સામાજિક પ્રસંગે આવેલા લોકોને અંધશ્રદ્ધાના પર્દાફાસ અંગેની સત્ય ઘટનાઓને લગતી ફિલ્મો બતાવી તેમજ પુસ્તકો વિતરિત કરવામાં આવ્યા હતા. બાળકો અને મહિલાઓએ પણ કાર્યક્રમમાં રસ લીધો હતો કુલ ૧૨૨ જેટલા લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. રેશનાલીસ્ટ સોસાયટીના કલ્યાણસિહ પરમાર હાજર રહ્યા હતા. અવિનાશ મિસ્ત્રીએ અંતમાં લોકોના પ્રશ્નોના જવાબ આપી ખોટી માન્યતાઓને લગતી મુંજવણો દુર કરી હતી. શાનું દલવાડી અને સોહેલ સૈયદે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *