16996116_10210895697522129_5371995924822981830_n

સ્વચ્છતા અભિયાન- વાડી ફળિયા ખાતે

સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ વ્હોરવાડ ખાતે વાડી ફળિયા વિસ્તારમાં : –
દર બુધવારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગોધરાના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સફાઈ માટેની જાગૃતિ આવે તે માટે વિવધ કાર્યક્રમો આપવામાં આવે છે. આજ રોજ વાડી ફળિયા ખાતે સ્વયંસેવી સંસ્થાઓ, ગાયત્રી પરિવાર, શ્યામસુંદર શર્મા, સ્થાનિક રહીશો, જાગૃત નાગરિકો અને ગોધરા નગરપાલિકાના સહિયારા પ્રયાસોથી સવારે ૭.૩૦ કલાકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતું. ડો. સુજાત વલી દ્વારા આ વિસ્તારના રહીશોને સ્વચ્છતા અંગે સમજ આપવામાં આવી હતી. જેમાં દરેકે ઘરમાં બે ડસ્ટબીન રાખવી તથા તેને ઉપયોગમાં લેવા અપીલ કરી તથા ગટરોમાં પ્લાસ્ટિક અને અન્ય કચરો ન જવા દેવા વિનંતી કરી. દરેક ગ્રાહક ડસ્ટબીનનો પુરતો ઉપયોગ કરે તેના વિષે દરેક દુકાનદારને સમજ આપવામાં આવી. દર બુધવારે સ્વચ્છતા અંગેના કાર્યક્રમો અવિરત ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *