scary shadow, ghost stories,

જો મોડું થઇ જાત તો……….

 

scary shadow, ghost stories,

વાત છે પાવીજેતપુર તાલુકાના ઉચાપાણ ગામની. આ ગામના નિશાળ ફળિયામાં રહેતા લાલાભાઈ માંડાભાઈ નાયકના મકાનમાં પાછલા દોઢ-એક મહિનાથી મકાનની પાકી દીવાલો પર કોઈ ચાલતું હોય તેવા પ્રતિબિંબો પડે છે.
માંડાભાઈ નાયકે નીશાળ ફળિયામાં આ મકાન બનાવ્યું હતું. તેઓનું બે-એક વર્ષ અગાઉ મૃત્યુ બાદ હવે આ મકાનમાં હાલમાં તેમની પત્ની બે પુત્રો અને પુત્રવધુઓ રહે છે. પાછલા ઘણા સમયથી મકાનની દીવાલોપાર કોઈ ઉંધા પગે માથું નીચે રાખીને ચાલતું હોય તેવું પ્રતિબિંબ જોવા મળતા આજુબાજુના લોકો તેને દૈવી શક્તિ માની જોવામાટે એકત્ર થાય છે. જેની જાણ ગોધરાના વિજ્ઞાન કેન્દ્રને થતા પ્રમુખશ્રી ડોક્ટર સુજાત વાલીના નેતૃત્વ હેઠળ વિજ્ઞાન કેન્દ્રની ટીમ મુકુંદભાઈ સિંધવ, ભારતસિંહ સોલંકી, અવિનાશ મિસ્ત્રી, હારૂનભાઈ ઘટના સ્થળે પહોચી ગયા હતા.
પ્રાથમિક પૂછપરછ અને વિજ્ઞાનિક નિયમોના આધારે સંસોધનો બાદ આવું બનવા પાછળના વિજ્ઞાનિક કારણો અને તારણો આપ્યા હતા. સાથે સાથે પ્રત્યક્ષ પ્રયોગો કરી બતાવી સમાજ આપી હતી. ટીમે પોતાની તપાસમાં નીચે મુજબના સંશોધનો કરી તારણો આપ્યા હતા.
૧. પ્રતિબિબ દિવસ દરમ્યાનજ જોવા મળે છે એટલે કે ઘટના દિવસના પ્રકાશને આધારિત છે.
૨. જ્યાં પ્રતિબિંબ દેખાય છે તેની વિરુદ્ધ દિશાની દીવાલ પર કોઈ બારી કે બારણું નથી પરંતુ પાલક બાંધવા માટેના ત્રણ બખોલ રાખવામાં આવેલા છે. એટલેકે પ્રતિબિંબ માટેનો પ્રકાશ આજ બખોલ માંથી આવે છે. આ બખોલ બંધ કરતા પ્રતિબિંબ પડતું બંધ થઇ જય છે.
૩. બખોલ વાળી દીવાલની પાસે આવવા જવાનો રસ્તો છે તથા ખેતી માટેની ખુલ્લી જગ્યા છે. આ જગ્યાપર દિવસ દરમ્યાન અવર જવર ચાલુજ હોય છે. એટલેકે અહીંથી પસાર થતા વ્યક્તિઓનાજ પ્રતિબંબ પડતા હોય છે.
૪. પ્રતિબિંબ ઉંધુ અને અલગ અલગ કલરનું હોય છે. પ્રકાશના પરાવર્તનના નિયમ મુજબ જોઈએ તો પ્રતિબિંબ ઉંધુ પડે અને વિરુદ્ધ દિશામાં ચાલતું દેખાય. તથા પદાર્થના કલર જેવોજ પ્રતિબિંબનો કલર હોય.
૫. ઘરમાં બારી બારણા બંધ કરીને અંધારા ઘરમાં આ ઘટના જોવા મળે છે. જેમ સિનેમામાં પ્રોજેક્ટર દ્વારા ફિલ્મનું પ્રતિબિંબ પાડવામાં આવે છે તે મુજબ આ બખોલ માંથી બહારના પદાર્થ પર પડતા પ્રકાશનું પ્રતિબિંબ આ દીવાલ પર પડે છે.
ગામ લોકોની સામે વિજ્ઞાન કેન્દ્રના લોકોએ અલગ અલગ કલરના કપડા વાળા, અલગ અલગ કદના લોકોને આ જગ્યાએથી પસાર કરી પ્રત્યક્ષ પ્રયોગો કરી તથા કરાવીને વિસ્તૃત રીતે સમાજ પૂરી પડી હતી. જો લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમે આવું બનવા પાછળના વિજ્ઞાનિક કારણો બતાવ્યા ન હોત તથા જો મોડું થઇ જાત તો આજે આપ સૌને પાવીજેતપુર તાલુકાના ઉચાપાણ ગામ ખાતે નવા દેવી-દેવતાનું નવુ મંદિર જોવા મળતું.
જો મોડું થઇ જાત તો………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *