debunking supernatural claims HRA

લાલ મોઢાવાળી ડાકણ

debunking supernatural claims HRA

 

તા. ના રોજ એક વાત ગોધરા શહેરમાં પ્રસરતી ગઈ. વાત હતી એક ચુડેલની. કહેવાતું હતું કે એક લાલ લુઘડાવાળી ચુડેલ કનેલાવ પીકનીક પોઈન્ટ પર ફરે છે. એકદમ લાલ મોઢું અને ભયાનક સ્વરૂપવાળી ચુડેલ ત્યાં વિચરણ કરે છે. વાત એટલા જોરશોરથી ચાલી રહી હતી કે ત્યાં લોકો જોઇને આવ્યા હોય. સ્વાભાવિક રીતે ચર્ચાતી વાતો દરેક વ્યક્તિના મોઢે અલગ-અલગ હોય છે. કારણકે લોકો પીંછાનો કાગડો બનાવતા વાર નથી કરતા. પરંતુ આ એક આવો બનાવ હતો જેમાં દરેક વ્યક્તિ જાણે જાતે પારખીને બોલતો હોય તેમ લાગતું હતું.

આ બનાવની ગંભીરતા આ જ હતી કે દરેક વ્યક્તિ એક જ વાત આટલા વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકે.! છેવટે આ વાતને રેશનાલીસમ એસોસીએશનના પ્રમુખશ્રી ડો. સુજાત વલીએ બહુ ગંભીરતાથી લીધી. તેઓએ ઝટ અવિનાશભાઈ તથા બીજા ટીમના સભ્યોને એકઠા કરી કનેલાવ જવા પ્રસ્થાન કર્યું. ત્યાં જઈને જોયું તો કોઈ પણ વ્યક્તીની હાજરી ત્યાં જણાઈ નહિ. આવા બનાવની વાતો શહેરમાં ચાલતી હોવાથી કનેલાવ પર કોઈપણ વ્યક્તિનું ન હોવું સ્વાભાવિક છે. પણ જ્યાં ઘટનાનું સત્ય જાણવા નીકળેલા રેશનાલીસમ એસોસીએશનના સભ્યોએ પીછેહઠ ન કરી. ત્યાં જઈને જોયું તો ખરેખર એક લાલ લુઘડાવાળી સ્ત્રી ત્યાં હતી. આ જોઈ સૌ  કોઈ દંગ થઇ ગયા. તેમને લોકોની વાતો પર વિશ્વાસ થવા લાગ્યો. પણ જ્યાં વાત ભૂત કે ચુડેલની હોય ત્યાં તેને મળવું જ રહ્યું. અવિનાશભાઈએ તે લાલ લુઘડાવાળી સ્ત્રીની પાસે જવાનું શરુ કર્યું. ત્યાં પાસે જતા જાણ થઇ કે તે સ્ત્રીએ પોતાના લાલ રંગના વસ્ત્રોથી પોતાનું અંગ પૂરું ઢાંક્યું નહતું. વધુ નજીક જતા જણાતું થયું કે તે સ્ત્રી એક વિચિત્ર સ્વભાવનું વર્તન કરી રહી છે. છેવટે પાસે જતા સૌ કોઈનને વિશ્વાસ થઇ ગયો કે તે સ્ત્રી એક ગંભીર માનસિક બીમારીથી પીડાય છે. તથા એમ પણ જાણવા મળ્યું કે તે માનસિક સાથે શારીરિક બીમાંરીથી પણ પીડાય છે. આ વાતની જ  થતા ડો. વલીએ તેને તુરંત જ સારવાર માટે અસ્પતાલમાં દાખલ કરી દીધી. અને સારા વસ્ત્રો પણ અર્પણ કર્યા.

અહિયાં મહત્વની વાત એ છે કે જો રેશનાલીસમ એસોસીએશનના સભ્યોએ આ બીડું ન ઉપાડ્યું હોત તો આજે પણ એ સ્ત્રીની આવી જ દશા હોત. જ્યાં સુધી લોકો એક એવી વાત ઉપર અંધવિશ્વાસ રાખશે જેનું કોઈ અસ્તિત્વ જ નથી ત્યાં સુધી તેઓ પોતે જ પીડાતા રહેશે.

One thought on “લાલ મોઢાવાળી ડાકણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *